Suprabhat Saurashtra
Breaking News
આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ગુજરાત તાજા સમાચાર બિઝનેસ મનોરંજન રમત ગમત રાજકીય રાષ્ટ્રીય રોજગાર સંપાદકીય

વળતર ચૂકવવા આદેશ: બાકરોલના વિમાધારકને મોતિયાના ઓપરેશન ખર્ચની પૂરી રકમ ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટે હુકમ કર્યો

આણંદએક કલાક પહેલા

કૉપી લિંકવીમા કંપનીએ પોલિસીની શરતોનું કારણ દર્શાવીને 72,349 ખર્ચમાંથી 48,349ની કપાત કરી હતીફરિયાદીને માનસિક ત્રાસ બદલ રૂ.2 હજાર અને અરજી ખર્ચના રૂ.1 હજાર ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો

આણંદના બાકરોલના વીમા ધારકના કેસમાં મોતિયાના ઓપરેશનમાં 48349ની માતબર રકમની કપાત કરી હતી. આ કેસમાં ગ્રાહક કોર્ટે વીમા કંપનીના વ્યવહારને ઠપકાર લગાવી ગ્રાહકને તેની વળતરની પૂરે પુરી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો છે. વળી વીમા કંપનીને આ માટે માનસિક ત્રાસ અને અરજી ખર્ચ પટે નિશ્ચિત રકમ આપવા પણ હુકમ કર્યો છે.

આજની મોંઘવારીમાં સામાન્ય નાગરિક જીવન વિમા અને મેડિક્લેમ વિમા અંગેની જાગરૂકતા ધરાવતો થયો છે. આકસ્મિક મૃત્યુ કે મેડિકલ ઇમરજન્સી સમયે મદદ માટે વિમા પોલીસીમાં રોકાણ કરે છે. વીમા પોલિસી વેચાણ સમયે કંપનીઓ વિવિધ આકર્ષક વાયદાઓ કરે છે પરંતુ વિમાધારકને જરૂરિયાતના સમયે સર્વિસ અને ક્લેમ સમયે જાત જાતની ખામીઓ કાઢી વિમા વળતર આપવામાં ઠાગાઠૈયા કરતી હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવે છે. આવા સમયે કેટલાક વિમાધારક આવા ખૂબ કડવા અનુભવને લઇ ગ્રાહક કોર્ટ જ મદદે આવે છે.

બાકરોલમાં રહેતા અશોક અગ્રવાલ અને તેમના પત્ની મંજુલાબેને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કં.લી. પાસેથી ઇન્ડિવીડયુઅલ હેલ્થ પોલિસી લીધી હતી. પોલિસી ચાલુ હોવા દરમિયાન મંજુલાબેનને ડાબી આંખે જોવાની તકલીફ થતા તેમણે આણંદની ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું. જયાં લેબોરેટરી ટેસ્ટ કરીને તેઓના મોતિયાનું ઓપરેશન કરાયું હતું.

આ ઓપરેશનમાં વીમા ધારક બહેનને રૂપિયા 72349 ખર્ચ થયો હતો. જેનું પૂરે પૂરું વળતર મેળવવા જરુરી દસ્તાવેજી પુરાવા સાથે વીમા કંપનીમાં દાવો મોકલ્યો હતો. આ ક્લેમ કંપનીમાં જતા વીમા કંપનીએ પોલિસી નિયમ શરતો મુજબના તારણો આપી માત્ર રૂ.24 હજાર જ વિમાધારકના ખાતામાં જમા કરાવ્યા હતા. આથી વિમા કંપનીએ રૂ.48349 ખોટી રીતે કપાત કર્યા હોવાનું જણાતા અશોક અગ્રવાલે આણંદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે ઓપરેશનના બીલો, કવેરીનું સોલ્યુશન, ડોક્ટરનું પ્રમાણપત્ર સહિતના પુરાવાઓ અને દલીલો રજૂ કરી હતી.

મહત્વનું છે કે, વિમાધારકની હકની તમામ બાબતો કોર્ટે ધ્યાને લીધી હતી અને ચુકાદો આપતા જણાવ્યું કે, તબીબી સારવાર ખર્ચ અંગે કોઇ ધોરણ કે પેકેજ કે મર્યાદા નકકી થયેલી હોય તેવું ખુલતું નથી અને કયા પ્રકારના દર્દ માટે કેટલી મર્યાદામાં ખર્ચ મંજૂર થઈ શકે તેવું પણ કોઇ સ્પષ્ટ ધોરણ નિયત થયુ નથી. આથી વીમા કંપનીએ કોઈ ચોકકસ ગણતરી કરીને કપાત રકમ મૂકયાનું જણાતું નથી.

આ ઉપરાંત ફરિયાદીએ ખરીદેલી પોલિસીની સમ-ઇન્સ્યોર્ડ એટલે કે વીમાની રકમ 4 લાખ છે. જેથી મોતિયાના ઓપરેશનમાં થયેલા કુલ ખર્ચ અથવા સમ-ઇન્સ્યોર્ડના 25 ટકા બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર થાય. આથી 4 લાખના 25 ટકા મુજબ રૂ. એક લાખ કરતાં ઓપરેશનનો કુલ ખર્ચ ઓછો છે. આથી વીમા કંપનીએ કાપી લીધેલી રકમ યોગ્ય ઠરાવી શકાય તેમ નથી. આ કેસમાં કોર્ટે ફરિયાદીને 48349 વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા તેમજ માનસિક ત્રાસ બદલ રૂ.2 હજાર અને અરજી ખર્ચના રૂ.1 હજાર પણ ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

संबंधित पोस्ट

યુક્રેનનાં ચેર્નિહિવ, સુકાચી, બુકા શહેરમાં ભારે તબાહી, ઘર સળગીને ખાખ થઈ ગયાં

suprabhatsaurashtra

હર હર મહાદેવના નાદથી ગીરનાર ગુંજશે: જૂનાગઢમાં ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, અનેક સંતો-મહંતો ઉપસ્થિતિ રહ્યા

Admin

યુક્રેનમાં ફસાયેલા સુરતના વિદ્યાર્થીઓમાં ડર: રાતે ઊંઘ નથી આવતી, હોસ્ટેલ મિલિટરી કેમ્પની નજીક હોવાથી બોમ્બ ધડાકાના અવાજથી જાગી જવાય છે

Admin

ત્રણ વર્ષથી નમો ટેબ્લેટની રાહ: નવસારીની સરકારી કોલેજોમાં અભ્યાસ કરતા 700 છાત્રો પાસેથી 1000 રૂપિયા વસૂલ્યા બાદ પણ ટેબ્લેટ ન અપાતા રોષ

Admin

ચૂંટણીની અદાવતે અપહરણ કર્યુ: અંકલેશ્વરના જૂના શક્કરપોર ભાઠાના સરપંચ સહિત ત્રણ ઈસમોએ સભ્ય અને તેની પત્નીનું અપહરણ કર્યુ, માર મારી લૂંટ ચલાવતાં ફરિયાદ નોંધાઈ

Admin

21 ફુટ ઉંચુ મહાશિવલીંગ: ભાવનગરમાં સૌપ્રથમવાર સવા બે લાખ પંચમુખી રૂદ્રાક્ષથી બનાવાયું 21 ફૂટ ઉંચું શિવલિંગ, ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાયું

Admin