Suprabhat Saurashtra
Breaking News
આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ગુજરાત તાજા સમાચાર બિઝનેસ મનોરંજન રમત ગમત રાજકીય રાષ્ટ્રીય રોજગાર સંપાદકીય

સાસરીયાનો ત્રાસ: અમદાવાદમાં પતિએ પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા, ડિવોર્સ ન મળતા જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદએક કલાક પહેલા

કૉપી લિંકપ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

પતિ ધમકી આપતો, ‘મારા માતા-પિતા કહે તે પ્રમાણે તારે કરવાનું નહીં તો તને ઘરમાંથી કાઢી મુકીશ’

અમદાવાદમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાનો આક્ષેપ છે કે, તેના પતિએ જાણ બહાર જ બીજા લગ્ન કરી લીધા અને ડિવોર્સ માટે દબાણ કરતો હતો. આટલું જ નહીં પીડિતાને સાસરીયા શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા અને છૂટાછેડા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

ઘટનાની વિગતો મુજબ, કોલકાતાની રાની (નામ બદલ્યું છે)ના લગ્ન 2016માં ઈસનપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન રાનીએ 2018માં એક દીકરીને જન્મ આપ્યો હતો. રાનીનો આક્ષેપ છે કે, દીકરી જન્મતા સાસરીયાના આ વાત પસંદ નહોતી, જેથી તેને નાની નાની ઘરકામની વાતોમાં ટોણા મારીને ઝઘડો કરતા હતા. તે આ વિશે પતિને કહે તો તે પણ ધમકી આપતો, ‘મારા માતા-પિતા કહે તે પ્રમાણે તારે કરવાનું નહીં તો તને ઘરમાંથી કાઢી મુકીશ.’

રાનીને રાખવા ન માગતા તેના પતિએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી. જોકે રાની ડિવોર્સ લેવા ન ઈચ્છતી હોવાથી પતિ તેને દબાણ કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો. આટલું જ નહીં તેના પતિએ તેની જાણ બહાર જ 2021માં પંજાબની યુવતી સાથે લગ્ન કરી લીધા. આખરે રાનીએ પતિના ત્રાસથી કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

संबंधित पोस्ट

હર હર મહાદેવના નાદથી ગીરનાર ગુંજશે: જૂનાગઢમાં ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, અનેક સંતો-મહંતો ઉપસ્થિતિ રહ્યા

Admin

ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

Admin

21 ફુટ ઉંચુ મહાશિવલીંગ: ભાવનગરમાં સૌપ્રથમવાર સવા બે લાખ પંચમુખી રૂદ્રાક્ષથી બનાવાયું 21 ફૂટ ઉંચું શિવલિંગ, ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાયું

Admin

મારામારી: ગોંડલના ગોમટા ગામમાં બે પરિવાર સામસામા લાકડી અને ધોકા સાથે ઉતરી પડ્યા, બે વ્યક્તિને ઇજા

Admin

યુક્રેનમાં ફસાયેલા સુરતના વિદ્યાર્થીઓમાં ડર: રાતે ઊંઘ નથી આવતી, હોસ્ટેલ મિલિટરી કેમ્પની નજીક હોવાથી બોમ્બ ધડાકાના અવાજથી જાગી જવાય છે

Admin

અક્સામત: લીમખેડાના પાડલીયામાં બે બાઈક અથડાતાં શાળાએ જઈ રહેલા વિદ્યાર્થીનું મોત

Admin