



ભરૂચએક કલાક પહેલા
કૉપી લિંકઈસમોએ સભ્યને વિકાસ પેનલમાંથી કેમ ઉભો રહ્યો હતો તેમ કહી અપશબ્દો ઉચ્ચારી માર માર્યોમાર મારી પત્નીના ગળામાં રહેલા રૂપિયા 90 હજારના મંગળસૂત્રની લૂંટ ચલાવી
અંકલેશ્વર તાલુકાના જૂના શક્કરપોર ભાઠા ગામના ગ્રામપંચાયતના સરપંચ સહીત ત્રણ ઈસમો ચૂંટણીની અદાવતે સભ્ય અને તેની પત્નીનું કારમાં અપહરણ કરી અડોલ ગામની સીમમાં માર મારી મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જેના પગલે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના જુના શક્કરપોર ભાઠાના તાડ ફળિયામાં રહેતા કુંદનકુમાર રમણભાઈ વસાવા તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસ પેનલમાંથી વોર્ડ નંબર-5ના સભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ ગઈકાલે ગુરૂવારે પોતાની પત્ની પ્રિયંકા વસાવા સાથે બપોરના સમયે અંકલેશ્વરની જ્યોતિ ટોકીઝ સામે આવેલ સુલભ શૌચાલય પાસે પોતાની કાર પાર્ક કરી ખરીદી કરવા ગયા હતા. જેમની પત્ની ગાડીમાં જ બેઠાં હતાં. તે સમયે મીઠાઈની ખરીદી કરી કુંદનકુમાર રમણભાઈ વસાવા પરત ગાડીમાં બેસવાની તૈયારી કરતા હતા.
તે દરમિયાન અચાનક ધસી આવેલા ગામના સરપંચ આકાશ જીવરામ વસાવા, સંદીપ બાબુ વસાવા તેમજ અજય વસાવાએ તેને ગાડીમાં ધક્કો મારી વચ્ચેની સીટ પર બેસાડી અપહરણ કર્યું હતું. જેનો વિરોધ કરતા તેમણે વિકાસ પેનલમાંથી કેમ ઉભો રહ્યો હતો તેમ કહી અપશબ્દો ઉચ્ચારી તેમને અડોલ ગામની સીમમાં લઇ ગયા હતા. ત્યાં તેમણે કુંદનકુમારને પંચ વડે માર માર્યો હતો. જેથી પતિને છોડાવવા વચ્ચે પડેલી પત્નીના ગળામાં રહેલ 90 હજારના મંગળસૂત્રની ઈસમોએ લૂંટ ચલાવી હતી. ઉપરાંત ફરિયાદ કરશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બનાવને પગલે દંપતિએ બુમરાણ મચાવતા ત્રણેય ઈસમો બાઈક અને ફોર વ્હીલર ગાડીમાં ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…