



દાહોદએક કલાક પહેલા
કૉપી લિંકબાઈક લઈ ને જતી વેળાએ બીજા બાઈક ચાલકે પાછળથી ટક્કર મારી
લીમખેડા તાલુકાના પાડલીયા પાસે રસ્તા ઉપર આજે સવારે બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક સવાર પાડલીયા ગામના વિદ્યાર્થીનું માથામાં તથા કપાળ પર થયેલી ગંભીર ઇજાથી ઘટનાસ્થળે મોત નીપજયું હતું.
પાડલીયા ગામ ના દિપક સરતન નીનામાનો પુત્ર ભુવન ભાઈ નીનામા મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર સ્કુલ માં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. ભુવનભાઈ નીનામા પાડલીયા થી મોટા હાથીધરા ગામે અપડાઉન કરતો હોઇ આજે સવારે બાઇક લઇ પાડલીયાથી મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર શાળાએ જવા નીકળ્યો હતો.ત્યારે સવારે રસ્તામાં પાડલીયા સ્ટેશન પાસે પહોંચતા પાછળથી પૂર ઝડપે હંકારી આવેલા અન્ય એક બાઈક ચાલકની ગફલતને કારણે આગળ બાઈક ઉપર સવાર ભુવન ભાઈ દીપકભાઈ નિનામાની બાઇકને પાછળથી ટક્કર વાગતા બાઈક સાથે તે નીચે પટકાયો હતો. જેને લઈને ભુવનભાઈ દીપકભાઈ નિનામા નુ માથામાં તથા કપાળના ભાગે થયેલી ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી હતી. અકસ્માત પછી બાઇક સ્થળ પર છોડી ચાલક ભાગી છુટયો હતો. આ બનાવ સંદર્ભે દિપક સરતન નિનામાએ નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ફરાર બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…