Suprabhat Saurashtra
Breaking News
આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ગુજરાત તાજા સમાચાર બિઝનેસ મનોરંજન રમત ગમત રાજકીય રાષ્ટ્રીય રોજગાર સંપાદકીય

સરકાર પાસે મદદની માગ: યુક્રેનમાં MBBS કરી રહેલા ભાવનગરના 3 વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓ ચિંતિત બન્યા

ભાવનગરએક કલાક પહેલા

કૉપી લિંકમોલમાં ખાવાનું અને ATMમાં નાણાં ખલાસ થઈ જતા વિદ્યાર્થીઓની ચિંતા વધી

ભાવનગર શહેરના સરિતા સોસાયટીમાં એક સાથે ત્રણ બાળકો યુકેન ભણવા ગયા છે, જયકૃષ્ણ દવે અને મિત બોડા જે યુક્રેનના ઇવાનો શહેરમાં એમબીબીએસના અભ્યાસ માટે ગયો છે તથા રાજ આરદેશણા ટ્રનોફિલ શહેરમાં કોમ્પ્યુટર એન્જીનીયર માટે અભ્યાસ માટે ગયો છે, એમબીબીએસના અભ્યાસ પૂર્ણ થવાના આરે છે ત્યારે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાતા આ વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે અને તેના માતા-પિતાએ પણ પોતાનો પુત્ર વતનમાં આવે તેવી સરકાર કોઈ મદદ કરે તેવી ચિંતા વ્યક્ત કરી છે

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીના માતા-પિતા આપવીતીયુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલો અને હાલની સ્થિતિમાં માં ફસાયેલા ભાવનગર શહેરના સરિતા સોસાયટીના ત્રણ બાળકો છે. વિદ્યાર્થીઓના માતા-પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અમારો પુત્ર ખૂબ ચિંતિત છે. વીડિયોકોલથી વાતચીત થાય છે પરંતુ તેની પાસે ખાવાનું પણ રહ્યું નથી સરકાર દ્વારા અમારા પુત્ર અને વતનમાં લવાય તેવી અમારી માંગણી છે સરકારે જાહેર કરાયેલી હેલ્પલાઈનમાં પણ અમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જયકૃષ્ણના પિતા ગૌરાંગભાઈ પ્રતાપરાય દવે તથા માતા સંગીતાબેન ગૌરાંગભાઈ દવેએ બંને દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં પોતાના દીકરા સાથે વીડિયો કોલ કરી ત્યાંની પરિસ્થિતિ જણાવી, અને કહ્યું કે મારા દીકરા ઈવાનો શહેરમાં એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ અર્થે ગયો છે, પ્લેન મારફત અત્યારે બંધ છે પણ પ્લેનની ટિકિટના ભાવ જે 25 હજાર ટિકિટ હતી જે 75 હજાર થી 80 હજાર જેટલી ભાવ પહોંચી ગયો છે છતાં પણ ટિકિટ નથી મળતી, આથી ભારત સરકાર, ગુજરાત સરકાર વહેલી તકે વતન પરત લાવે તેવી માંગ કરી છે.

મિતના પિતા હિતેશભાઈ ઘીરજભાઈ બોડા તથા માતા જાગૃતિબેન હિતેશભાઈ બોડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે મારા દીકરો મિતે ટ્રનોફિલ શહેરમાં ચોથા વર્ષમાં એમબીબીએસ માં અભ્યાસ અર્થે ગયો છે, જ્યાં મોલમાં ખાવા પીવાનું ખૂટી ગયું છે, અને ટ્રેનોફિલ શહેર ના એરપોર્ટ બ્લાસ્ટ થયો છે, તો ગમે એર મારફતે અત્યારે રસ્તાઓ બંધ છે તો સરકાર દ્વારા અમારા બાળકોને વહેલી તકે સરકાર વતન માં લાવે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

રાજ ના પિતા અતુલભાઈ છગનભાઈ આરદેશણા તથા માતા ચેતનાબેન અતુલભાઈ એ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા દીકરાએ ટ્રનોફિલ શહેરમાં કોમ્યુટર એન્જીનીયર બીજા વર્ષમાં અભ્યાસ અર્થે ગયો છે, આજુબાજુ ગમે ત્યારે બ્લાસ્ટ થતા રહે છે જેને લઈ માતા-પિતા ખુબજ ચિંતીત છે, બધા માતા-પિતા ને સરકાર પાસે અપેક્ષા છે કે વહેલી તકે અમારા બાળકો ને વતન લાવવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે,

અન્ય સમાચારો પણ છે…

संबंधित पोस्ट

લાંચિયા ઝડપાયા: સુરતમાં મીટર પેટી ફરીથી નાખવા 35 હજાર માગનારા નાયબ ઈજનેર,ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ સહિત 3 રંગેહાથ પકડાયા

Admin

અક્સામત: લીમખેડાના પાડલીયામાં બે બાઈક અથડાતાં શાળાએ જઈ રહેલા વિદ્યાર્થીનું મોત

Admin

ચૂંટણીની અદાવતે અપહરણ કર્યુ: અંકલેશ્વરના જૂના શક્કરપોર ભાઠાના સરપંચ સહિત ત્રણ ઈસમોએ સભ્ય અને તેની પત્નીનું અપહરણ કર્યુ, માર મારી લૂંટ ચલાવતાં ફરિયાદ નોંધાઈ

Admin

રજૂઆત: રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખની સરકાર પાસે માંગ, કહ્યું: યુક્રેનથી પરત આવતા છાત્રોને અહીંની કોલેજોમાં એડમિશન આપો

Admin

હર હર મહાદેવના નાદથી ગીરનાર ગુંજશે: જૂનાગઢમાં ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, અનેક સંતો-મહંતો ઉપસ્થિતિ રહ્યા

Admin

કચ્છમાં મોટા ચેકડેમો, હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો બનશે

suprabhatsaurashtra