



રાજકોટએક કલાક પહેલા
કૉપી લિંક
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
1.26 લાખ લોકોને રૂ.445 કરોડના લાભો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો બેડી માર્કેટ યાર્ડ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને અને વાહન વ્યવહાર રાજય મંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ મેળામાં રાજકોટ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 1.26 લાખ લાભાર્થીને રૂ.445 કરોડના લાભો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા.
આ મેળા થકી ગરીબોને એક જ સ્થળેથી સહાય મળી રહી છે: વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી
એક જ સ્થળેથી લોકોને મળી રહી છેજ્યાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે,ગરીબોને શ્રેષ્ઠ – ગુણવત્તાયુક્ત વસ્તુ કે કીટ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આમ રાજ્ય સરકારની યોજનાએ માત્ર કાગળ ઉપરની યોજના નથી પરંતુ ગરીબોના જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ સરકાર કરી રહી છે. આ મેળા થકી લાખો લોકોને સિલાઈ મશીન, કડિયા કામની કીટ, મકાનની સહાય, દીકરીને સાયકલ સહિતની કીટ ગરીબોને એક જ સ્થળેથી સહાય મળી રહી છે. ગુજરાતમાં સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો રાજકોટમાં આ વખતે થયો છે.
1.26 લાખ લાભાર્થીને રૂ.445 કરોડના લાભો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા
સમસ્યાનું નિરાકરણ કરવા સતત પ્રયત્નશીલઆ સાથે વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી વધે, ગરીબ લોકો સમૃદ્ધ બને તે માટે ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યા છે. ગામડાંના લોકોને શહેર જેવી સુવિધા મળે તે માટે સરકારશ્રી દ્વારા વિકાસ કામો થઈ રહ્યા છે. છેવાડાના માનવીની સમસ્યાનું નિરાકરણ કરવા સતત પ્રયત્નશીલ છે.
અન્ય સમાચારો પણ છે…