



પાલનપુરએક કલાક પહેલા
કૉપી લિંકઆજે સ્મિતની રિટર્ન ટૂ ઈન્ડિયાની ટિકિટ હતી, એરલાઇન્સ બંધ થતાં વેનિત્સિયા સિટીમાં અટવાયોવિનિત્સિયા નજીક યુદ્ધના એંધાણ રચાતા સ્મિતને બંકરમાં ખસેડી દેવાયોપરિવાર અત્યારે મંદિર આગળ બેસી સતત ભગવાન પાસે તેના માટે પ્રાર્થના કરી રહ્યો છે
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયા છે. જો કે ભારત સરકાર કેટલાક યુવાનોને ઘરે પરત લાવી છે, પરંતુ યુદ્ધના પગલે એરલાઈન્સ બંધ થઈ જતા બનાસકાંઠા જિલ્લાના 10થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયા છે. જેના પગલે વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. આવો જ એક પાલનપુરનો વિદ્યાર્થી સ્મિત યુક્રેનની વેનિત્સિયા સિટીમાં ફસાયો છે, જેના માટે પરિવાર સતત મંદિર આગળ બેસી પ્રાર્થના કરી રહ્યો છે. સ્મિતની ચિંતામાં તેના પિતાની આંખોનાં આંસુ સૂકાઈ નથી રહ્યાં.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે કેટલાક ભારત સહિત ગુજરાતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયેલા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પણ 10થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનની અલગ અલગ સિટીમાં અટવાયેલા છે. આ વિદ્યાર્થીઓ પોતાના માદરે વતન ફરવા પરિવાર પાસે તો ઠીક પરંતુ સરકાર પાસે પણ મીટ માંડીને બેઠા છે. જે પ્રમાણે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને એરલાઈન્સ બંધ થઈ ગઈ છે, આ વિદ્યાર્થીઓ પોતાના માદરે વતનમાં આવી શકતા નથી.
તેમાંનો એક પાલનપુરનો વિદ્યાર્થી સ્મિત યુક્રેનની વિનિત્સિયા સિટીમાં અટવાયો છે. જો કે આજે સ્મિતની રિટર્ન ટૂ ઈન્ડિયાની ટિકિટ હતી, પરંતુ એરલાઇન્સ બંધ થઈ જતા સ્મિત પરત ફરી શક્યો નહોતો. જો કે આ પરિસ્થિતિને લઈને સ્મિતનો પરિવાર અત્યારે ચિંતામાં મુકાયો છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવાર સુધી સ્મિત સાથે પરિવારની વાત થઈ હતી. પરંતુ હવે વિનિત્સિયા નજીક યુદ્ધના એંધાણ રચાતા સ્મિતને બંકરમાં ખસેડી દેવાયો છે.
સ્મિતનો પરિવાર અત્યારે મંદિર આગળ બેસી ભગવાન પાસે તેના માટે પ્રાર્થના કરી રહ્યો છે, તેમજ સ્મિતની ચિંતાને પગલે તેના પિતાની આંખો સૂકાતી નથી. સ્મિત હેમખેમ પાછો આવી જાય તેની પરિવાર કાગડોળે રાહ જોઈ બેઠો છે. નોંધનીય છે કે યુક્રેનમાં ભારત સહિત ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમના પરિવારો તેમને હેમખેન વતને પાછા લાવવા સરકાર પાસે અરજૂ કરી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે…