



Gujarati NewsLocalGujaratRajkotRajkot School Governing Board President Demands From The Government, Said: Admission Of Students Returning From Ukraine In Colleges Here.
રાજકોટ2 કલાક પહેલા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા
યુક્રેનથી પરત આવતા વિદ્યાર્થીઓનાં ભાવિને લઈ સ્વનિર્ભર શાળા સંચાલકએ સરકારને સૂચન કર્યુંગુજરાતના 2500 થી 3000 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા
યુક્રેનમાં યુધ્ધની પરિસ્થિતિને લઈ ગુજરાતના 2500 થી 3000 વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે આ વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખમાય તે માટે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને મહત્વનું સૂચન આપવામાં આવ્યું છે. જેમાં આવા છાત્રોને સ્પેશિયલ પ્રોવિઝનમાં લઈને તરત એડમિશન આપવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા દ્વારા યુક્રેનથી પરત આવતા છાત્રોને એડમિશન આપવા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે.
અભ્સાસ માટે સમાવવામાં આવેઆ અંગે તેમણે જણાવ્યા હતું કે, યુક્રેન-રશિયા યુદ્ધની વિપરિત અસર ત્યાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ પર પણ પડી રહી છે. ત્યાં ડર સાથે જીવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો છે ત્યારે જ અહીં પરત ફરી જનારા છાત્રોને વિવિધ ફેકલ્ટીઝમાં અડધેથી જ અહીંની કોલેજોમાં સીટો વધારીને અભ્સાસ માટે સમાવવામાં આવે તે જરૂરી છે.
છાત્રોની કરિયર બગડી જશેવધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવા લાખોની ફી ભરનારા છાત્રોની કરિયર બગડી જશે. અને હા, વાલીઓએ પણ બાળકોને ભણવા મોકલવા માટે સેઇફ દેશ પસંદ કરવો જોઇએ. આની પહેલા જ્યોર્જિયામાં પણ મુશ્કેલી ઉભી થઇ હતી. ભારત સાથે ફ્રેન્ડલી હોય તેવા દેશમાં જ વિદ્યાર્થીઓને મોકલવાનો આગ્રહ રાખવો જોઇએ.
અન્ય સમાચારો પણ છે…