Suprabhat Saurashtra
Breaking News
ભાવનગર

ભાવનગર શહેરની કનેક્ટિવિટી વધારવા 21.60 કિલોમીટરનો રિંગ રોડ નિર્માણ પામશે, બજેટમાં સરકારે 297 કરોડ ફાળવ્યાં

રાજ્યનું આજે વર્ષ 2022નું બજેટ વિધાનસભામાં રજૂ કરાયું હતું. 2 લાખ 43 હજાર 965 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે ભાવનગરમાં 21.60 કિલોમીટરનો શહેરને જોડતો રિંગરોડ બનવવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. 297 કરોડના ખર્ચે આ રિંગ રોડ નિર્માણ પામશે.

ભાવનગરના રિંગ રોડ ફેઝ 2નું કામ પૂર્ણતાના આરે છે. જે તે સમયે આ રિંગ રોડનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કોઈપણ વિકાસ કાર્ય થઈ શક્યા નથી. જોકે, કોરોના હળવો પડતા રિંગરોડ વેગવાન બનશે. ત્યારે હવે શહેરના જુના બંદર અને નવા બંદરની કનેક્ટિવિટી વધારવા આ રિંગ રોડ વિકસાવાશે. જે માટે 297 કરોડની ફાળવણી સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે.ભાવનગરમાં નેતાઓ માત્ર ચૂંટણી આવે ત્યારે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતી હોવાનો આક્ષેપ મનપાના પૂર્વ વિપક્ષના નેતા જાયદીપસિંહ ગોહિલે લગાવ્યા છે. ત્યારે જનતાને તો ધૂળ ખાવી નક્કી હોય તેમ આ રીંગ રોડ આવાનારા સમયમાં ક્યારે બનશે તે એક પ્રશ્ન છે.
ભાવનગર શહેરના બુધેલથી સીદસર તેમજ હિલપાર્કથી આધેવાડા રુવાથી આગળ જતો 750 મીટરનો રિંગ રોડ માટે રૂપિયા 10 કરોડનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો. તેમજ આ રીંગ રોડનું ખાતમુહુર્ત પણ થોડાક સમય પૂર્વે રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેએ કર્યુ હતું. ત્યારે હવે શહેરના જુના બંદર અને નવા બંદરની કનેક્ટિવિટી વધારવા આ રિંગ રોડ વિકસાવાશે. જે માટે 297 કરોડની ફાળવણી સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે.

संबंधित पोस्ट

બુધેલ ગામના અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરાઇ

suprabhatsaurashtra

ફેબ્રુઆરીમાં કોરોનાના કેસમાં 11 ગણો ઘટાડો, ફેબ્રુઆરીમાં 612 કેસ સામે 1840 કોરોનામુક્ત

suprabhatsaurashtra

જિલ્લામાં 5 દિવસ બાદ આજે કોરોનાના નવા બે કેસ નોંધાયા, 1 દર્દી ડિસ્ચાર્જ

suprabhatsaurashtra

તા.૨૪ માર્ચના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

suprabhatsaurashtra

20 વર્ષથી અલંગથી ત્રાપજના સાત કિલોમીટરના વિસ્તારમાં 1000 ખાડામાં ગેરકાયદેસર રીતે વેપાર

suprabhatsaurashtra

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પ્રતિબદ્ધ બોટાદ જિલ્લા પોલીસ કુલ-૪૫૦૦ મહિલાઓને અપાઇ જુડો-કરાટેની તાલીમ

suprabhatsaurashtra