Suprabhat Saurashtra
Breaking News
ભાવનગર

ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે બજેટ અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રૂપિયા 1055 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જોકે, વિરોધ પક્ષ દ્વારા બજેટને લઇ પ્રશ્નોત્તરી કરવા અંગે માંગ કરતા સમય નહી ફાળવતા હોબાળો કરાયો હતો. પ્રમુખ વિપક્ષના આક્ષેપોથી પોતાના પદની ગરિમા ભૂલી ગયા હોય તેમ અમે તો મનમાની કરશું તેવા શબ્દો ભરી સભામાં બોલી ઉઠ્યા હતા. જોકે, અંતે તો ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેમ બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે બજેટ અંગે બેઠક મળી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કચેરીના સભા હોલ ખાતે આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત ભાવનગરનું અંદાજપત્ર રજુ કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસના સભ્યોએ મનમાની કરી હોવાનો આક્ષેપ કરી હોબાળો કર્યો હતો. હોબાળો થતા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ પોતાના પદની ગરિમા ભૂલ્યા હોય તેમ ચૂંટણીની સભામાં ભાષણ કરતા હોય તેવા શબ્દોના પ્રયોગ કર્યો હતો.
ભાવનગર જિલ્લા પંચાયતમાં સરકારી પ્રવૃતિ અને સ્વભંડોળની આવક મળીને કુલ સૂચિત અંદાજિત આવક 1071.87 કરોડ તથા ખુલતી સિલક 402.54 કરોડ મળી કુલ 1474.41 કરોડની સામે 1055.59 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષના અંતે 418 .82 કરોડની પુરાંત રહેશે.
આ ઉપરાંત આ બજેટમાં બાંધકામ ક્ષેત્રે રૂા.308.70 લાખ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રૂા.90.55 લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂા.34.10 લાખ તથા સમાજકલ્યાણ ક્ષેત્રે રૂા.8.50 લાખ જોગવાઈ રાખવામા આવી હતી. આ બજેટમાં નવી યોજનામાં ઈ-ગ્રામ સેન્ટર્સનું આધુનિકરણ રૂા.10 લાખ, સ્વતંત્ર ભારતને સૌ પ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરનારા પ્રજાવત્સલ મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીની યાદગીરી લોકોમાં રહે તે માટે લોકશાહીની પાયાની સંસ્થા તરીકે જી.પં.દ્વારા મહારાજાશ્રીના જન્મદિનની ઉજવણી માટે રૂા.5 લાખ, લોક સંવાદ સેતુ રૂા.10 લાખ, પ્રાથમિક શાળાઓમાં લાઈબ્રેરી સુવિધા રૂા.10 લાખ, પી.એચ.સી. રીપેરીંગ તથા ખુટતી સુવિધા રૂા.20 લાખ, પશુચારા માટેનું નેપીયર ઘાસના વાવેતર માટે પ્રોત્સાહન સબસીડી (100 એકરની મર્યાદામાં પ્રતિ એકર રૂા.5000ની સહાય ) માટે રૂા.5 લાખ અને નાના સીમાંત ખેડૂતો માટે તાડપત્રી I-Khedut portal ના ડ્રો માંથી રાજ્ય સરકારના ટાર્ગેટ બાદ બાકી રહેતી અરજીઓમાંથી (રાજ્ય સરકારની જોગવાઈઓને આધીન 500 ખેડૂતોને) માટે 7.500 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય અને કેન્દ્ર પુરુસ્કૃત યોજનાઓ, 15 મું નાણાપંચ અને સ્વભંડોળના સુભગ સમન્વયથી ભાવનગર જિલ્લાની ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રસ્તા, પાણી, ગટર, સિંચાઈ અને સફાઈ જેવી પાયાની સુવિધા ઉપરાંત પ્રથમિક શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડીના બાળકો માટેની સુવિધામાં વધારો કરવામાં આવશે. તેમજ ખેડૂતો અને પશુપાલકોની આર્થિક પ્રગતિ થાય તેવું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત પછાત વર્ગના કલ્યાણ માટેની યોજનાઓના અમલીકરણ દ્વારા તેઓની સ્થિતિમાં સુધારો કરવામાં આવશે. જિલ્લાના વિકાસના તમામ ક્ષેત્રોને આવરી લઈ વિકાસના મીઠા ફળોનો લાભ અંતરિયાળ ગામડાઓ સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તેવી જોગવાઈઓ આ અંદાજપત્રમાં રાખવામાં આવી હતી. જિલ્લા પંચાયતના આ વિકાસલક્ષી અંદાજપત્રને આવકારીને તેમજ સર્વાનુમતે મંજૂર કરીને સૌનો સાથ અને સૌના વિકાસમાં થશે તેવી આશા પ્રમુખ દ્વારા વ્યક્ત કરાઈ હતી.

संबंधित पोस्ट

જીવાતા જીવનના વિજ્ઞાન સાથે આપણું પહોંચવું એ સાર્થકતા – લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવે

suprabhatsaurashtra

ટ્રાફિકના નિયમોને લઈને જન જાગૃતિ અભિયાન

suprabhatsaurashtra

પ્રભુદાસ તળાવ મફતનગર ખુલ્લા મેદાનમાં લાગી આગ

suprabhatsaurashtra

ફેબ્રુઆરીમાં કોરોનાના કેસમાં 11 ગણો ઘટાડો, ફેબ્રુઆરીમાં 612 કેસ સામે 1840 કોરોનામુક્ત

suprabhatsaurashtra

ભાવનગર શહેરની કનેક્ટિવિટી વધારવા 21.60 કિલોમીટરનો રિંગ રોડ નિર્માણ પામશે, બજેટમાં સરકારે 297 કરોડ ફાળવ્યાં

suprabhatsaurashtra

દામનગરમાં આવેલ કબ્રસ્તાનમાં શોટ સર્કિટને કારણે લાગી આગ

suprabhatsaurashtra