Suprabhat Saurashtra
Breaking News
ભાવનગર

યુક્રેનના સમરાંગણમાં ફસાયેલા ભાવનગરના 24 વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા, તંત્ર સહિત વાલીઓએ રાહતનો શ્વાસ લીધો

યુક્રેનમાં રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યુ છે. જેને લઈ યુક્રેનમાં અભ્યાસ અર્થે અથવા અન્ય કામ અર્થે ગયેલા ભારતીયો ત્યા ફસાઈ ગયા છે. જેને સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ પરત લાવવામાં આવી રહ્યા છે. ભાવનગર શહેર-જિલ્લામાંથી તબીબી અભ્યાસ-ડીગ્રી માટે યુક્રેન ગયેલા કુલ વિદ્યાર્થીઓ પૈકી 24 વિદ્યાર્થીઓ સુખરૂપ ભારત પોતાના ઘરે પરત ફર્યા છે. જેને લઈ તંત્ર અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

રશિયા-યુક્રેન વચ્ચે સર્જાયેલા જંગને લઈ કેટલાય વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવા સરકાર સતત કાર્યશીલ રહીને કામગીરી કરી રહી છે. બીજી તરફ વિદેશ મોકલેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં પોતાના સંતાનને લઈ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત 1 અને 2 માર્ચના રોજ ભાવનગર શહેર તથા જિલ્લામાંના યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા કુલ 24 વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફર્યા છે. જેને પગલે તંત્રએ અંશતઃ રાહત સાથે વાલીઓના જીવ હેઠા બેઠા છે.

યુદ્ધ ભૂમિથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ પોતાની જિંદગીમાં આવો ભયાનક માહોલ સૌપ્રથમ વખત નઝરોનઝર નિહાળ્યો હોય પરદેશની ભૂમિ પર નિહાળેલા સમરાંગણના દ્રશ્યો સાથે આપવિતી પોતાના વાલી તથા સગાસંબંધીઓ અને મિત્ર વર્તુળમાં શેર કરતાં લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યાં અનુસાર હજુ પણ યુક્રેનમાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાયેલા છે પરંતુ આ વિદ્યાર્થીઓને પણ ખૂબ ઝડપથી પરત લાવવામાં આવી રહ્યાં હોવાનું પરત ફરેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

પ્રભુદાસ તળાવ મફતનગર ખુલ્લા મેદાનમાં લાગી આગ

suprabhatsaurashtra

20 વર્ષથી અલંગથી ત્રાપજના સાત કિલોમીટરના વિસ્તારમાં 1000 ખાડામાં ગેરકાયદેસર રીતે વેપાર

suprabhatsaurashtra

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પ્રતિબદ્ધ બોટાદ જિલ્લા પોલીસ કુલ-૪૫૦૦ મહિલાઓને અપાઇ જુડો-કરાટેની તાલીમ

suprabhatsaurashtra

દામનગરમાં આવેલ કબ્રસ્તાનમાં શોટ સર્કિટને કારણે લાગી આગ

suprabhatsaurashtra

જીવાતા જીવનના વિજ્ઞાન સાથે આપણું પહોંચવું એ સાર્થકતા – લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવે

suprabhatsaurashtra

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અમલમાં સંવેદના એક અભિયાન પાર્ટ-૨ અંતર્ગત ગુડ- ટચ , બેડ ટચ , સાયબર ક્રાઇમ, નો – ડ્રગ્સ તેમજ હેલ્પલાઇનની સમજૂતી આપી બાળકોની સુરક્ષા અને સલામતી માટે યોજવામાં આવ્યો કાર્યક્ર્મ.

suprabhatsaurashtra