



ભાવનગરના બુધેલ ગામમાં ત્રણ મહિનાથી પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ગ્રામજનો કલેકટર કચેરી ખાતે પહોંચી સુત્રોચાર કર્યા. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેકટર કચેરી ખાતે પહોંચી વિરોધ કર્યો, સાથે તાલુકાના પચાયતનાં સદસ્ય રાજુ જેતાણીને સસ્પેન્ડ કરવાની માંગ કરી. ભાવનગરનાં ધારાસભ્ય અને રાજ્યના પ્રવકતા જીતુ વાઘાણીનાં ઈસારે બુધેલ ગામમાં વિકાસના અનેક કામો અટકાવી રાખ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ત્રણ મહિનાથી બુધેલ ગામનાં મફતનગર વિસ્તારમાં પીવાનું પાણી બંધ કરાવી દીધું હોવાનો આક્ષેપ સાથે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અનેક વખત જિલ્લાના ડી.ડી.ઓ, TDO ને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ સુવિધા આપવામાં આવી નથી. જેને લઇ 50 થી વધુ લોકો કલેકટર કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદન આપ્યું હતું.