



આ બનાવની મળેલ વિગત મુજબ આજે રવિવારના બપોરના સાડા બાર વાગ્યાના સુમારે દામનગરમાં રાભડા રોડ પર આવેલ કબ્રસ્તાનમાં શોટ સર્કિટને કારણે આગ લાગતાં,નગરપાલિકાના વોર્ડ નંબર. ૨ ના સભ્ય યાસીન ચુડાસમાને થતાં નગરપાલિકાનું ફાયર ફાઈટર ને ખુદે ચાલાવી નગરપાલિકાના કર્મચારી સાવન ગોહિલ અને અન્ય સાથી મિત્રોએ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેતા રાહત થઈ હતી.આમ યાસીન ચુડાસમાની સતર્કતા અને સમય સૂચકતા ને હિસાબે મોટું નુકશાન થતું અટકતા રિપોર્ટર અતુલ શુક્લે યાસીનભાઈ અને તેમને આ કામમાં મદદ કરનાર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટ અતુલ શુક્લ.