



આજ રોજ તારીખ ૦૨/૦૩/૨૦૨૨ના રોજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની પ્રેરક ઉપ્થિતિમાં બાળકોને જાતીય શોષણનો ભોગ બનતા અટકાવવા બાળકો, વાલીઓ અને શિક્ષકોને સાથે રાખી બાળકો સાથે થતાં સારા અને ખરાબ સ્પર્શ વિશે માહિગાર કરવા જિલ્લાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ ખાતે સંવેદના એક અભિયાન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો. સંવેદના એક અભિયાન કાર્યક્ર્મ બોટાદ જિલ્લા પોલીસ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સંવેદના એક અભિયાન પાર્ટ- ૨, નો પુનઃ પ્રારંભ ગત: તા -૧૫/૦૨/૨૦૨૨ના રોજ હર્ષદ મહેતા દ્વારા જિલ્લાની વી.એમ.મહિલા કોલેજથી કરવામાં આવ્યો. આ કાર્યક્ર્મ ના ભાગરૂપે આજરોજ બોટાદ જિલ્લા ની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
આજે આપણે જોવા જઈએ તો , બાળકોની સુરક્ષા અને સલામતી અત્યંત સંવેદશીલ બાબત છે. બાળકોને સમાજમાં થતાં સારા અને ખરાબ અનુભવો તેમના ભવિષ્ય પર અસર પહોંચાડે છે.આ બાબતને ધ્યાને લેતાં સમજમા બાળકોનો સર્વાંગીપણે વિકાસ થાય તેમજ બાળકો પોતે પોતાની જાત પ્રત્યે સજાગ તેમજ જાગૃત બને તેવા ઉમદા હેતુસર આ સંવેદના એક અભિયાન, પાર્ટ-૨ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ અભિયાન અંતર્ગત તાલીમબદ્ધ ટીમ દ્વારા ગુડ – ટચ,બેડ – ટચની સમજ સાથે સાથે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો,નાટકો અને રોલ- પ્લે દ્વારા સારા અને ખરાબ સ્પર્શની સમજ આપવામાં આવેલ,સાથોસાથ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ના પ્રેરક ઉદબોધન તેમજ વિશેષ ઉપસ્થિતિ માં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જિલ્લા અધિક્ષકે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આજે જિલ્લા મા પોલીસ જિલ્લા ના તમામ નાગરિકોની સલામતી તેમજ જાગૃતિ લાવવાના ના અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે જિલ્લા મા બનતા સાઈબર ક્રાઈમો જેવા કે ઓનલાઈન છેડતી ના ગુનાઓ , કમ્પ્યુટર , લેપટોપ, મોબાઈલ ફોન દ્વારા ઈન્ટરનેટ ના માધ્યમ થી બનતા ગુનાઓ , ડેટા ચોરી, સોશિયલ મીડિયા દ્વારા બનતા ગુનાઓ , ફેક એકાઉન્ટ બનાવવા વગેરે અટકાવવા માટે બોટાદ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે ત્યારે આવા ગુનાનો ભોગ બનનારે વહેલામાં વહેલી તકે પોલીસ નો સંપર્ક સાધવો એ માટે ૧૦૦ અથવા ૧૧૨ નંબર ડાયલ કરવો. બોટાદ પોલીસ દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કામગીરી ના ભાગ રૂપે જુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે નશીલા પદાર્થો ની હેરાફેરી અટકાવવા , માદક પદાર્થ ની હેરાફેરી , ડ્રગ્સ સબંધિત ગુનાઓ અટકાવવા માટે બોટાદ જિલ્લા પોલીસના પ્રયાસો સફળ પુરવાર થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બોટાદ ખાતેની અલગ અલગ શાળાઓમાં આ તાલીમ ચાલુ છે અને આગામી સમયમાં જિલ્લાના તમામ વિસ્તારો, એકમો જેમ કે, પ્રાથમિક શાળાઓ,આંગણવાડીઓ ,બાલમંદિર તથા ઝૂંપપટ્ટીઓમાં ટીમ સંવેદના દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવશે. વિશેષમાં આ તાલીમ સાહિત્ય વાળી ડીવીડીનું પણ વિતરણ કરવામાં આવશે.
જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી સાથોસાથ સેવા માટે પણ પ્રતિબદ્ધ બોટાદ જિલ્લા પોલીસના અનેક અભિયાનો ઉદાહરણ રૂપ બન્યા છે ત્યારે બાળકોની સુરક્ષા અને સલામતી માટેનો આ સંવેદનાસભર અભિયાન નાના બાળકો સાથેના અપરાધો અટકાવવા ઘણુંજ ઉપયોગી નીવડશે .