Suprabhat Saurashtra
Breaking News
ભાવનગર

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પ્રતિબદ્ધ બોટાદ જિલ્લા પોલીસ કુલ-૪૫૦૦ મહિલાઓને અપાઇ જુડો-કરાટેની તાલીમ

પ્રવર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે, મહિલાઓ પોતે પગભર થઈ દરેક ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે, ત્યારે મહિલાઓની સુરક્ષા અને સલામતી અત્યંત જરૂરી છે. ગુજરાત રાજ્ય સરકાર મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે અનેક ઉમદા પ્રવૃત્તિઓ/યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જેમાં મહિલા સશક્તિકરણ ભાગરૂપે મહિલાઓને સ્વ-રક્ષણ માટે જુડો-કરાટેની તાલીમ આપવા પોલીસ વિભાગને લક્ષ્યાંકો ફાળવવામાં આવે છે. બોટાદ જિલ્લા પોલીસને વર્ષ-૨૦૨૧-૨૨ માં કુલ-૩૮૦૦ મહિલાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ તા.૦૩/૦૩/૨૦૨૨ ના રોજ બોટાદ જિલ્લાની શ્રી આદર્શ વિધાસંકુલમાં મહિલાઓ સ્વ-રક્ષણ તાલીમ નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા પોલીસ તેમજ સુરક્ષા સેતુ સોસાયટીના અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.
મહિલાઓને પોતાની સુરક્ષા અને સલામતીની તાલીમ જો પહેલેથી જ આપવામાં આવે તો ભવિષ્યમાં તેમના પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી પડે તો એ પોતે પોતાની જાત પ્રત્યે સક્ષમ બની રહે તે સારું, શાળા, કોલેજો અને મહિલાઓના કામકાજ ના સ્થળે મહિલાઓને તાલીમબદ્ધ કરવામાં તેમજ મહિલા એકમોના તમામ સ્તરે જુડો- કરાટે ની તાલીમ આપવામાં આવે તે જરૂરી છે જેથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આદર્શ શૈક્ષણિક સંકુલમાં આ વિશેષ કાર્યકમનું આયોજન કરવામાં આવેલ જેમાં આદર્શ શૈક્ષણિક સંકુલમાં જુડો-કરાટે સેમિનારનો પ્રારંભ તેમજ અગાઉ તાલીમ મેળવેલ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં બોટાદની શ્રી એલ.જે.શાહ ગર્લ્સ હાઇસ્કુલની તાલીમ મેળવેલ કુલ-૭૫૦ વિદ્યાર્થીનીઓ પૈકી કુલ-૬૦ વિદ્યાર્થીનીઓએ સ્વ-રક્ષણની મેળવેલ તાલીમનો ડેમો રજુ કરી કર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દિધેલ. વિદ્યાર્થીઓના વિવિધ જુડો-કરાટેના દાવ, સેસ્ટી સ્ટંટ અને સ્વ-બચાવની વિવિધ ટેકનિક્સ રજુ કરી કરેલ હતી.
પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા દ્વારા મહિલા સુરક્ષાના આ વિશેષ કાર્યક્રમના ઉદબોધનમાં જણાવ્યું કે આજની મહિલા દરેક ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારી રહી છે ત્યારે મહિલાઓની સુરક્ષા અને સલામતી એ સમાજ તેમજ પોલીસ ની નૈતિક ફરજ હોય મહિલાઓને સશકત બનાવવાના ભાગરૂપે બોટાદ જિલ્લાંમા મહિલાઓને જુડો- કરાટે ની તાલીમ મળી રહે એ હેતુથી સુરક્ષા સેતુસોસાયટી હેઠળ આ તાલીમ આપવામાં આવી રહી છે અને જિલ્લામાં અત્યાર સુધી કુલ-૪૫૦૦ જેટલી મહિલાઓને જુડો-કરાટેની તાલીમ સુધીમા આપવામાં આવી છે.
વધુમાં પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાઓને શાળા, કોલજો કે કોઈ પણ કામકાજ ના સ્થળે થતી જાતીય સતામણી, છેડતી કે પછી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના સમયે તુરત જ પોલીસનો સંપર્ક સાધવો એ માટે સરકારશ્રીની હેલ્પલાઈન અભિયમ-૧૮૧ નો સંપર્ક સાધવો. જે મહિલાઓની ઓળખ છુપાવી મહિલાઓને સુરક્ષા અને સલામતી ની પૂરી ખાતરી આપે છે. વધુમા પોલીસ હેલ્પ લાઈન નંબર ૧૦૦ તેમજ કોઈ પણ ઇમરજન્સીના સમયે ૧૧૨ ડાયલ કરી સરકારશ્રીના નવ નિર્મિત ૭ જિલ્લાઓમા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં પોલીસ કટિબદ્ધ છે. નાના બાળકો સાથે થતા અત્યાચારના ગુનાઓ, જાતીય સતામણીના ગુનાઓ વગેરે અટકાવવા માટે બાળકો માટેનો કાયદો અને ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ હેઠળ બાળકોની સુરક્ષા અને સલામતી ની પૂરેપૂરી ખાતરી આપે છે. આ ઉપરાંત બોટાદ જિલ્લા પોલીસ સાઈબર ક્રાઇમ તેમજ ડ્રગ્સ સબંધિત ગુનાઓ અટકાવવા માટે પણ અભિયાનો ચલાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ બોટાદ જિલ્લા પોલીસ શાળા/કોલેજોમાં ૧૫ દિવસની જુડો-કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે. આ વર્ષે કુલ-૪૫૦૦ મહિલાઓને સફળતાપુર્વક તાલીમ આવેલ છે. અને ઘણી સંસ્થઓમાં આ તાલીમ ચાલુ છે. જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમા જિલ્લાની મોટા ભાગની મહિલાઓને આ તાલીમ હેઠળ આવરી લેવામાં આવનાર છે.

संबंधित पोस्ट

દામનગરમાં આવેલ કબ્રસ્તાનમાં શોટ સર્કિટને કારણે લાગી આગ

suprabhatsaurashtra

ટ્રાફિકના નિયમોને લઈને જન જાગૃતિ અભિયાન

suprabhatsaurashtra

તા.૨૪ માર્ચના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

suprabhatsaurashtra

યુક્રેનના સમરાંગણમાં ફસાયેલા ભાવનગરના 24 વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા, તંત્ર સહિત વાલીઓએ રાહતનો શ્વાસ લીધો

suprabhatsaurashtra

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અમલમાં સંવેદના એક અભિયાન પાર્ટ-૨ અંતર્ગત ગુડ- ટચ , બેડ ટચ , સાયબર ક્રાઇમ, નો – ડ્રગ્સ તેમજ હેલ્પલાઇનની સમજૂતી આપી બાળકોની સુરક્ષા અને સલામતી માટે યોજવામાં આવ્યો કાર્યક્ર્મ.

suprabhatsaurashtra

suprabhatsaurashtra